જીઓ દ્વારા ઈન્ટરનેટમાં ક્રાંતિ લાવ્યા બાદ રિલાયન્સ હવે કરિયાણાની દુકાનોમાં લાવશે ક્રાંતિ. ભારતમાં ઈન્ટરેનેટ 4Gમાં ક્રાંતિ લાવ્યા બાદ હવે રિલાયન્સ કરિયાણાની દુકાનમાં ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. ભારતમાં મુકેશ અંબાણીએ જીઓ લોન્ચ કરતાં ભારતમાં ઈન્ટરેનટની દુનિયામાં ક્રાંતિ આવી ગઈ હતી. અને 4G ડેટાના ભાવમાં ઘટાડો થતાં, ભારતના ઘર-ઘર સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે. હવે આ જ વસ્તુ રિલાયન્સ કરિયાણાની દુકાનોમાં કરવા જઈ રહી છે. રિલાયન્સ હવે ડિઝિટલ રિટેલ સ્ટોરની દુનિયામાં પ્રવેશ કર્યો છે. હાલ, તેના સ્ટોરની સંખ્યા 15 હજાર છે, જે વર્ષ 2013 સુધી 50 લાખથી પણ વધારે થઈ જશે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચની એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. દેશનું છૂટક બજાર હાલ આશરે 700 અરબ ડોલર એટલે 49 ખરબ રૂપિયાનું છે, અને તેમાં 90 ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રનો છે. અસંગઠિત ક્ષેત્રોમાં સૌથી વધુ શેરીઓમાં સ્થિત દુકાનોની ભાગીદારી છે. આ કરિયાણાની દુકોનોનું ડિઝિટલાઈઝેશ કરવામાં આવશે. રિલાયન્સ હવે દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન-ટુ-ઓફલાઈન ઈ કોર્મર્સ પ્લેટફોર્મ તૈયાર કરવામાં લાગ્યું છે. રિલાયન્સ શેરીઓમાં સ્થિત કરિયાણાની દુકાનોને જ...
Trending & Latest News – Find Most Trending topics, News Articles, videos, and viral Stories. Articles, Photos, Videos, most popular articles and editorial features, photos, video & more.